Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Navratri Gujarati Wishes Images (નવરાત્રી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
નવરાત્રી ઉત્સવની આપને અને આપના પરિવારને
હાર્દિક શુભેચ્છા. માં જગદંબાની કૃપાથી આપને
ઉત્તમ આરોગ્ય, સુખ, શાંતિ, સમાધાન લાભો
એજ માં ભવાની નાં ચરણોમાં પ્રાર્થના!.
શુભ નવરાત્રી
સુખ, શાંતિ અને સમૃધ્ધિની મંગલ કામના સાથે
તમને અને તમારા સંપૂર્ણ કુટુંબને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા
માં જગદંબાની કૃપા આપના પર સતત રહે,
માતા તમારા પર સુખ, સમાધાન અને એશ્વર્ય વરસાવે
એવી માં નાં ચરણોમાં પ્રાર્થના.
હેપ્પી નવરાત્રી
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર,
આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર,
નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર.
તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શુભ નવરાત્રી
માં નો પર્વ આવ્યો, ખુશિયાં હજાર લાવ્યો.
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
શુભ નવરાત્રી.
નવરાત્રી ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નવરાત્રી ની હાર્દિક શુભેચ્છા
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને:
બળ, બુદ્ધિ,
એશ્વર્ય, સુખ,
આરોગ્ય, શાંતિ,
ખ્યાતિ, નિર્ભયતા,
સમૃદ્ધિ પ્રદાન કરે
એવી શુભેચ્છા.
શુભ નવરાત્રી.
નવરાત્રી ઉત્સવની સર્વેને હાર્દિક શુભેચ્છા
હેપ્પી નવરાત્રી
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
– નરસિંહ મહેતા
હેપ્પી નવરાત્રી
સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…
વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે,
મા ખોળાનો ખુંદનાર દે.
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે,
મા પ્રિતમજીનો પ્યાર દે.
નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે…
કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે,
મારી સાતે પેઢી તરશે.
આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે પીડા
જનમ જનમની હરશે.
દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે… 🙂
હેપ્પી નવરાત્રી
એક લાલ દરવાજે …તંબુ તાણીયા રે લોલ
અમદાવાદી નગરી….એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી…ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં..બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે… તંબુ તાણીયા રે લોલ
સીદી સૈયદની જાળી..ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી…ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં… બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે…. તંબુ તાણીયા રે લોલ
ત્રણ દરવાજા માંહી….માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે…ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં…. બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે…. તંબુ તાણીયા રે લોલ 🙂
Navratri Pictures, Graphics, Images ↓ Click Here
Navratri Greetings In English, Hindi & Marathi
मां अम्बे जी कि आरती के लिए ↓ यह लिंक पर क्लिक करे
Durga Aarti – A prayer to Goddess Durga
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts