Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Shikshak Diwas Gujarati Wishes Images ( શિક્ષક દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
શિક્ષક દિન
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
‘શિક્ષક’ એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે. તેમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે.
આપણાં ગુરુ અને શિક્ષકો પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
“માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા
જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે.
આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.
શિક્ષક દિવસની શુભેચ્છા
સર આજે તમારી યાદ આવે છે,
કારણ તમારા લીધે હું ઘડાયો છું,
તમારી સામે હું નતમસ્તક છું,
મને આશીર્વાદ આપો સર મારી ઈચ્છા છે.
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા
શિક્ષક એટલે એક સમુદ્ર
જ્ઞાનનો, પવિત્રતાનો,
એક આદરયુક્ત ખુણો,
દરેક વ્યક્તિના મનનો,
શિક્ષક અપૂર્ણ ને પૂર્ણ કરનારો,
શિક્ષક શબ્દથી જ્ઞાન વધારનારો,
શિક્ષક જીવન ઘડવનારો,
શિક્ષક તત્વથી મૂલ્યો ફૂલવનારો.
શિક્ષક દિન ની શુભેચ્છા!!
પ્રિય શિક્ષક,
તમે માત્ર એક શિક્ષક નથી,
તમે મારા જીવનની પ્રેરણા છો.
આજે હું તમને દુનિયાના
શ્રેષ્ઠ શિક્ષકની જાહેરાત કરું છું
અને આ ઇનામ તમને આપું છું.
તમને શિક્ષક દિવસની
ખૂબ ખૂબ શુભેચ્છા.
માતા ગુરુ છે, પિતા પણ ગુરુ છે.
શાળામાં શિક્ષકો ગુરુ છે.
જેમની પાસેથી આપણને શીખવા મળ્યું
તે બધા લોકો ગુરુ છે.
આ શિક્ષક દિનના દિવસે સર્વ ગુરુજનોને
કોટિ કોટિ પ્રણામ.
“આ જીવન માટે મારા
માતા-પિતાનો ઋણી છુ,
પણ આ જીવનને સારુ બનાવવા
માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા!!
ગુરુવિના ન મળે જ્ઞાન,
જ્ઞાન વિના ન મળે
જગમાં સન્માન
જીવન ભવસાગર પાર કરવા
ચાલો વંદીએ ગુરુજન.
શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts