Shubh Savar God Suvichar

સુપ્રભાત મિત્રો🌹
“ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે,
આજે નહી તો કાલે તપાસશે જરૂર,
રોજ નું રોજ થઇ જાય તો સારું
નહી તો, પુછવા નહી રોકાઈ કે ક્યાં ફટકારું

💐🍂🍃નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, “દુનિયામાં બધા દુઃખી કેમ છે?” ભગવાને હસીને કહ્યું, “સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.”🍂🍃💐
🍃🍂શુભ સવાર🍂🍃

હાથ ભલે ખાલી રાખજે ભગવાન
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ
મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય
એવો સબંધ હવે કાયમ રાખજે
શુભ સવાર

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!
🌹 સુપ્રભાત 🌹

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???

પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???

🌹 શુભ સવાર 🌹

ભગવાનને પણ ખબર હશે કે
એક દિવસ ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ઈ-ટિકિટ વગેરેનો જમાનો આવશે
એટલે જ તેને પોતાનું એક નામે ઈ-શ્વર રાખ્યું હશે..
🌹 શુભ સવાર🌹

હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને…
બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી…!!!
શુભ સવાર !!

મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..!
શુભ સવાર..!

મોટા અવાજ થી મંદિર માં ઘંટ વગાડીએ એ ફક્ત માણસો જ સાંભળે, ભગવાન નહિ….
એ તો માત્ર મૌન ની પાછળ રહેલું સત્ય સાંભળે છે જે આપણા દિલ માંથી નીકળતું હોય છે….
શુભ સવાર

કૃષ્ણ એ કહ્યું હતું કે “જીવન માં એક મિત્ર કર્ણ જેવો
પણ રાખવો જોઈએ જે તમારી ભૂલ હોવા છતાં પણ
તમારા માટે મહાભારત લડે …
🌹 શુભ સવાર 🌹

જીવન માં ક્યારે કોઈ ની સાથે તમારી તુલના નાં કરો, કેમ કે પ્રભુ ની દરેક રચના સર્વશ્રેષ્ઠ હોય છે.
🌸 શુભ સવાર​ 🌸

Shubh Savar Mitro

શુભ સવાર મિત્રો !
મૌન થી કહેવાય એવું મુખ થી નાં કહેવાય .. !!
“દિલ” થી દેવાય એવું “હાથ” થી નાં દેવાય .. !!
વાતો થી બધા સમજે .. !!
પણ જે વગર કહ્યે સમજી જાય
તે જ સાચું અંગત કહેવાય ..!!!!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
🌹 સુપ્રભાત 🌹

સ્વજનોના વર્તુળની ત્રિજ્યા નિત લંબાવી રહું
જેથી એક દિન વિશ્વ આખું એમાં સમાવી હું શકું.
ગુડ મોર્નિંગ

નમું છું માત્ર સંબંધો સાચવવા
એટલું યાદ રાખજો કે,
લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી
શુભ સવાર

હું નથી આકાશ કે મને અઢળક તારા મળે..
બસ
આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે…..
🙏🏻 શુભ સવાર 🙏🏻

સાચી “મુડી” તો
આપણા “સંબંધો” છે,
બાકી “મહેલો”ની “એકલતા”માં,
તો કંઈક “ધુરંધર” રોયા છે,

“માટી” જ આપણને
“જકડી” રાખશે,
બાકી “આરસ” પર તો
😊 ઘણા લોકોને
લપસતા” જોયા છે.”..!!!
🌹 શુભ સવાર 🌹

શુભ સવાર મિત્રો
ગરમા-ગરમ ચા ના મીઠા-મીઠા સ્વાદમાં
કલરવ કરતાં પંખીઓના મીઠા મધુર અવાજમાં
આજની ગુલાબી સવાર તમારી યાદમાં.

નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ “અત્તર” બને છે. 🙂
શુભ સવાર

સુપ્રભાત મિત્રો
સંબંધો અ વા બનાવજો કે
જેમા શબ્દો અ છા અને સમજ વધુ હોય
વિવાદ અ છા અને સંવાદ વધુ હોય
પુરાવા અ છા અને પ્રેમ વધુ હોય
તમારો આજનો દિવસ શુભ રહે.

દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે.
ભર મધ્યાહને વરસતું એ લાગણીનું વાદળ છે.
સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે.
શુભ સવાર મિત્રો

જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખો થી,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે ,
એક દોસ્ત રાખજો જિંદગીમાં,
જે ખરા સમય સુખોની આખી જાન લઈ આવશે…!!
🌷સુ-પ્રભાત 🌷

Shubh Savar Message

આવી ગઈ પાછી નવી આશા સાથે સવાર
Good Morning કહું છું આપને ફરીવાર
પ્રેમભાવથી સાથે રહેજો પૂરો પરિવાર
હરો ફરો મોજ કરો
આજે તો છે મજા નો રવિવાર.

સૂરજ આવી ગયો છે,
Very Much તડકો થઈ ગયો છે,
Birds are walkout for ચણવા
And Still U R Sleep રહ્યા છો,
“Wake up મારા દોસ્ત Wake up”
ગુડ મોર્નિંગ!

પ્રેમની પ્રભાત, સ્નેહ ની સવાર. મોહબ્બત ની મૌસમ,
પ્રીત ની પુકાર અને મિત્રતાની મુસ્કાન,
તમને રોજ મળે આવી સોનેરી સવાર .
ગુડ મોર્નિંગ!

અંધેરી રાતની ચાદર સમેટી ને
સુરજની રોશની ધરતી પર ફેલાઈ
પંખીડાનો કિલકિલાટ સાંભળીને
ફૂલોની સુંગંધ હવામાં રેલાઈ
શુભ સવાર

તાઝી હવામા ફૂલોની સુગંધ હોય
સૂર્ય ના કિરણોમા પક્ષીઓનો કલરવ હોય
જયારે પણ ખોલો તમે તમારી આંખો
એ આંખોમા બસ ખુશીયો ની ઝલક હોય
શુભ સવાર

Shubh Savar Anmol Suvichar

શુભ સવાર
મનમાં ખરાબ વિચાર જ ન આવે એ સજ્જનતાનું લક્ષણ નથી,
પણ….મનમાં આવી જતા ખરાબ વિચારને પોતા ના થી દૂર રાખે
એ જ સજ્જનતાનું લક્ષણ છે.
“આપનો દિવસ શુભ રહે”

શુભ સવાર
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે

બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ
નસીબદાર ગણાય,
પરંતુ જેને પોતાની જાતને જીતી લીધી છે
તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
શુભ સવાર

શુભ સવાર
હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં
ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે.
સુંદરતા નો આનંદ વસ્તુમાં નહીં
પણ તે વાસ્તુના સર્જનમાં ને
તેની સાથેની એકતામાં છે.

શુભ સવાર શુભ દિવસ
આકાશ ને અડી લેવુ એ સફળતા નથી
પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ
જમીન પર રહે એ સાચી સફળતા છે.

મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!
શુભ સવાર

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય….
શુભ સવાર

શુભ સવાર મિત્રો
તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય, તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો.

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય….
શુભ સવાર