Bolma Bolma Bolma Re Song Lyrics By Meerabai

Listen to MP3 Song

Bolma Bolma Bolma Re Song Lyrics By Meerabai
Download Image
બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા … રાધા

સાકર શેલડીનો સ્વાદ તજીને,
કડવો તે લીમડો ઘોળ મા રે … રાધા

ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે … રાધા

હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાથે મણિ તોલ મા રે … રાધા

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં રે … રાધા

– મીરાંબાઈ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment