Good Morning Gujarati Quotes On God

Download Image
સુપ્રભાત મિત્રો
“ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે,
આજે નહી તો કાલે તપાસશે જરૂર,
રોજ નું રોજ થઇ જાય તો સારું
નહી તો, પુછવા નહી રોકાઈ કે ક્યાં ફટકારું”

નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, “દુનિયામાં બધા દુઃખી કેમ છે?” ભગવાને હસીને કહ્યું, “સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.”
શુભ સવાર

હાથ ભલે ખાલી રાખજે ભગવાન
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ
મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય
એવો સબંધ હવે કાયમ રાખજે
શુભ સવાર

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!
સુપ્રભાત

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???
શુભ સવાર

ભગવાનને પણ ખબર હશે કે
એક દિવસ ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ઈ-ટિકિટ વગેરેનો જમાનો આવશે
એટલે જ તેને પોતાનું એક નામે ઈ-શ્વર રાખ્યું હશે..
શુભ સવાર

હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને…
બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી…!!!
શુભ સવાર !!

મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..!
શુભ સવાર..!

મોટા અવાજ થી મંદિર માં ઘંટ વગાડીએ એ ફક્ત માણસો જ સાંભળે, ભગવાન નહિ….
એ તો માત્ર મૌન ની પાછળ રહેલું સત્ય સાંભળે છે જે આપણા દિલ માંથી નીકળતું હોય છે….
શુભ સવાર

કૃષ્ણ એ કહ્યું હતું કે “જીવન માં એક મિત્ર કર્ણ જેવો
પણ રાખવો જોઈએ જે તમારી ભૂલ હોવા છતાં પણ
તમારા માટે મહાભારત લડે …
શુભ સવાર

જીવન માં ક્યારે કોઈ ની સાથે તમારી તુલના નાં કરો, કેમ કે પ્રભુ ની દરેક રચના સર્વશ્રેષ્ઠ હોય છે.
શુભ સવાર​

This picture was submitted by Smita Haldankar.

Leave a comment